ભાવનગર પોલીસ દ્વારા મુકતા લક્ષ્મી સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે ડ્રગ્સ, ટ્રાફિક, સાયબર અવેરનેસ અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ.

ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌત્તમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, સુરક્ષા સેતુ યોજનાના અંતર્ગત ભાવનગર પોલીસ દ્વારા મુકતા લક્ષ્મી સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે વ્યાપક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના નવીન કોમ્યુનિટી હોલમાં યોજાયો.

આ અવસરે પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. યુનેસરા, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એચ.જી. કટારીયા, સાયબર પોલીસ ઇન્સ્પેકટર જે.ડી. બારોટ, સુરક્ષા સેતુના પોલીસ ઇન્સ્પેકટર ડી.જે. જાડેજા સહિતનો સ્ટાફ હાજર રહ્યો. મહિલા એ.એસ.આઇ. હિરલબેન રાઠોડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિલમબેન મકવાણા, સમજુબેન બાભણીયા, ઉષાબેન અને મહેશ્વરીબા જાડેજાએ પણ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

જાગૃતિ સત્રમાં વિદ્યાર્થીનીઓને
1️⃣ ડ્રગ્સના નુકસાન, લક્ષણો અને ઓળખવાની રીતો
2️⃣ ડ્રગ્સથી બચવાના ઉપાયો
3️⃣ સાયબર ક્રાઇમ જેવા કે ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોટરી/ગિફ્ટ ફ્રોડ, સાયબર બુલિંગ અને ફેક આર્મી મેનના નામે છેતરપિંડીથી બચવાની તકેદારી
4️⃣ ટ્રાફિક નિયમોનું પાલન
5️⃣ મહિલા સશક્તિકરણ અંતર્ગત જાતીય સતામણી, ઘરેલુ હિંસા, સ્વરક્ષણ અને બાળકો સાથે થતા ગુનાઓ
6️⃣ અભયમ 181 હેલ્પલાઇન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.

આ કાર્યક્રમનો હેતુ યુવતીઓમાં કાયદાકીય જાગૃતિ, સ્વરક્ષણની સમજ અને સુરક્ષિત જીવનશૈલી અપનાવવાનો હતો.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર.