ભાવનગર કોચીવેલી ટ્રેનનો એક મુસાફર તેનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન (અંદાજિત કિંમત 25000) UTS વિન્ડો પર ભૂલી ગયો હોવાની જાણ ફરજ પરના બ્રિજેશભાઈ પરમારે કરી હતી. બાદમાં મુસાફર પાસેથી યોગ્ય તપાસ કરાવ્યા બાદ તેનો મોબાઈલ હેડ ટિસી ભાવનગર ટર્મિનસ અલ્તાફભાઈ નોબી અને GRP ભાવનગર ટર્મિનસની હાજરીમાં પેસેન્જરને પરત કરવામાં આવ્યો હતો. પેસેન્જરે રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)