ભાવનગર રેલ્વે ડિવિઝન પર “સતર્કતા જાગરૂકતા અભિયાન” અંતર્ગત સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર અને ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા સેમિનારનું આયોજન

જૂનાગઢ

16મી ઓગસ્ટ, 2024 થી 15મી નવેમ્બર, 2024 વચ્ચેના ત્રણ મહિનાના સમયગાળા માટે પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન પર “સતર્કતા જાગરૂકતા અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન 28 ઓક્ટોબર, 2024 થી 03 નવેમ્બર, 2024 સુધી “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” ઉજવવામાં આવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે જણાવ્યું હતું કે “વિજિલન્સ અવેરનેસ વીક-2024” ની ઉજવણીની થીમ “સત્યનિષ્ઠાની સંસ્કૃતિ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ” છે. આ ઝુંબેશ અંતર્ગત ભાવનગર રેલ્વે ડિવિઝન પર અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી રેલ્વે કર્મચારીઓને તેમના કામ પ્રત્યે સત્યનિષ્ઠા જાળવવા માટે જાગૃત કરી શકાય.

ઉપરોક્ત ઝુંબેશના સંદર્ભમાં, પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ ડેપ્યુટી જનરલ મેનેજર (SDGM) શ્રી કુલદીપ કુમાર જૈન અને ચીફ વિજિલન્સ ઓફિસર (CVO) શ્રી સુમિત હંસરાજાની સેમિનાર માટે ભાવનગર ડિવિઝન પહોંચ્યા છે. 18 ઓક્ટોબર, 2024 (શુક્રવાર) ના રોજ, તેમની અને ડિવિઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં, ભાવનગર ડિવિઝનલ કલ્ચરલ એસોસિએશન (BDCA) ની ટીમ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસના પરિસરમાં શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. પરિસરમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઈમાનદારી અને સત્યનિષ્ઠા જાળવવાના શપથ લીધા હતા.

આ પછી, વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક (SDGM) શ્રી કુલદીપ કુમાર જૈન અને મુખ્ય સતર્કતા અધિકારી (CVO) શ્રી સુમિત હંસરાજાનીએ મંડળના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, સતર્કતા વિભાગ દ્વારા અગાઉ શોધાયેલ કેટલાય કેસોના ઉદાહરણો આપીને જાગૃતિ લાવવામાં આવી હતી જેથી મંડળમાં આવી વૃત્તિઓનું પુનરાવર્તન ન થાય. બેઠક દરમિયાન વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક (SDGM) શ્રી કુલદીપ કુમાર જૈને તેમના ભૂતકાળના અનુભવો શેર કર્યા. અન્ય અધિકારીઓએ પણ તેમના કાર્યકાળ દરમિયાન બનેલી ઘટનાઓ શેર કરી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)