ભાવનગર, વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પો.કો. સોહિલભાઇ ચોકિયાને બાતમી મળેલ કે, ભાવનગર, વેળાવદર ભાલ (પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી રોમીઝખાન ઉર્ફે રોકી મંહદમદખાન ઉર્ફે રાજભા રહે.ગેડીયા તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળો ભાવનગર-પીપલી હાઇ-વે નીરમાની ચોકડી પાસે આવેલ ખોડીયાર હોટલની સામે રસ્તા ઉપર ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતા-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વેળાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

નાસતા-ફરતાં આરોપીઃ-
રોમીઝખાન ઉર્ફે રોકી મંહદમદખાન ઉર્ફે રાજભા જત મલેક ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે. મોરીયાના રસ્તે,ગેડીયા તા.પાટડી જી.સુરેન્દ્રનગર ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી. હતી..

અહેવાલ :- ગુજરાત બ્યુરો