ભાવનગર – શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ 12 ઑક્ટોબર સુધી રદ.

મુસાફરો માટે મહત્વપૂર્ણ માહિતી તરીકે પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભાવનગર ટર્મિનસથી ચાલતી ભાવનગર – શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ કામગીરીજન્ય કારણોસર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

🔹 વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર—

  1. ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ – શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ

    • તા. 21.09.2025, 28.09.2025, 05.10.2025 તથા 12.10.2025 ના રોજ સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.

  2. ટ્રેન નંબર 19108 શહીદ કેપ્ટન તુષાર મહાજન – ભાવનગર ટર્મિનસ જન્મભૂમિ એક્સપ્રેસ

    • તા. 22.09.2025, 29.09.2025, 06.10.2025 તથા 13.10.2025 ના રોજ સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.

👉 મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીની યોજના આ ફેરફારોને ધ્યાનમાં રાખીને બનાવે.
👉 ટ્રેનના સ્ટોપેજ, સમયસૂચિ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ