ભાવનગરથી ગાંધીગ્રામ, રાજકોટ અને પાટણ માટે ત્રણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

જૂનાગઢ

યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનોમાં વધારાની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ગાંધીગ્રામ, રાજકોટ અને પાટણ માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 09556 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ 12.07.2024 (શુક્રવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી સાંજે 18.45 કલાકે ઉપડશે અને 23.30 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. રૂટમાં, આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને સરખેજ સ્ટેશનો પર ઉભી રહેશે.

2. ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ 13.07.2024 (શનિવાર)ના રોજ રાજકોટથી સવારે 4.30 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ 13.07.2024ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 18.00 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 3.00 કલાકે રાજકોટ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે.

3. ટ્રેન નંબર 09489 પાટણ-ભાવનગર સ્પેશિયલ 13.07.2024 (શનિવાર)ના રોજ પાટણથી સવારે 3.00 કલાકે ઉપડશે અને સવારે 10.20 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 09490 ભાવનગર-પાટણ સ્પેશિયલ 13.07.2024 ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રિ 20.00 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 3.00 કલાકે પાટણ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ત્રણેય ટ્રેનો માત્ર એક દિવસ માટે ચલાવવાની છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)