ભાવનગરમાં એક કરોડથી વધુ કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (Ambergris) સાથે એક શખ્સ ઝડપી પડાયો

ભાવનગર, તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૫:
ભાવનગર એસ.ઓ.જી.એ ગોપનીય બાતમીના આધારે **ઘોઘારોડ વિસ્તારમાંથી વ્હેલ માછલીની ઉલ્ટી (Ambergris)**ના 1.165 કિલો વજનના, અંદાજે ₹1,16,50,000/- કિંમતના મુલ્યવાન જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અમરુભાઇ સેલારભાઇ દેસાઇ (ઉ.વ. ૩૨, રહે. ખડસલીયા, ભાવનગર) વ્હેલ ઉલ્ટી (Ambergris) ને ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જતો હતો. પોલીસે શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પ્લેક્સ તરફના રસ્તે યોગી સ્મૃતિ કોમ્પ્લેક્સ પાસે દરોડો કરી તેને ઝડપી પાડ્યો.

Ambergris (એમ્બરગ્રીસ) — જેને “સમુદ્રનો ખજાનો” કે “તરતું સોનું” કહેવામાં આવે છે — એ સ્પર્મ વ્હેલના આંતરડામાંથી ઉત્પન્ન થતો મીણ સમાન પદાર્થ છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં અત્તર અને આયુર્વેદિક દવાઓમાં થાય છે. પરંતુ ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ, તેનો કબજો અને વેચાણ ગેરકાયદેસર છે, કારણ કે સ્પર્મ વ્હેલ સુરક્ષિત પ્રજાતિમાં સમાવેશ પામે છે.

પોલીસ સ્ટાફે કબ્જે કરેલો મુદ્દામાલ:

  • Ambergris: 1 કિ.ગ્રા. 165 ગ્રામ
  • અંદાજીત કિંમત: ₹1,16,50,000/-

કામગિરીમાં જોડાયેલ પોલીસ ટીમ:
ઈન્ચાર્જ PI ડી.યુ. સુનેસરા, ASI વિઠ્ઠલભાઈ ચૌહાણ, ગુલમહમદ કોઠારીયા, હેડકોન્સ. યોગીનભાઈ ધાંધલ્યા, કોન્સ. પાર્થભાઈ પટેલ, મિનાજભાઈ ગોરી, ધર્મદિપસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, મુકેશભાઈ પરમાર, નિલમબેન વિરડીયા (WPC), ટેકનિકલ સેલના પ્રજ્ઞેશભાઈ પંડ્યા અને DPC સુરેન્દ્રસિંહ ગોહિલ, પ્રતાપસિંહ પરમાર.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર