ભાવનગર
પત્ની ના ફોન ઉપર પ્રેમી ના મેસેજ જોતા પતિએ પ્રેમી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ ઘોઘા સર્કલ ભવાની પાન પાસે પ્રેમીને પતિએ છરી ના આડેધડ ઘા ઝીંક્યા હતા બે દિવસ બાદ હોસ્પિટલમા પ્રેમીનુ મોત થયુ હતુ.મનીષ સોલંકી નામનો વ્યક્તિ ઘોઘા સર્કલ ઊભો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવીને છરી ના ઘા ઝીંક્યા હતા. જે બાદ મનીષને ૧૦૮માં રાત્રિ ના સમયે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયુ હતું .
પોલીસ દ્વારા અગાઉ ત્રણ ઈસમો માં થી ભિમાં નામના ઈસમે ને પોલીસે પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે મરનાર મનીષ સોલંકી સાજન ના પત્ની ને મેસેજ મોકલતો હતો જેને લઈ અગાઉં શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ સાજન ઉર્ફે ભૂરો બારૈયા , આકાશ ઉર્ફે ભિમો ગોહીલ અને સુનીલ ઉર્ફે ગોયો બારૈયા ઘોઘા સર્કલ ભવાની પાન પાસે ઉભેલ મનીષ સોલંકી ને છરી ના ઘા ઝીંક્યા હતા જેનું બે ત્રણ દિવસ બાદ મૃત્યુ થયેલ છે .
આ અંગે પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી ભાવનગર