ભાવનગર
ભાવનગર SP હર્ષદ પટેલ ની અધ્યક્ષતામાં રથ યાત્રા સંબધે રથયાત્રા સમિતિ તેમજ પોલીસ બેડા વચ્ચે એક બેઠક યોજાઇ જેમાં ૧૭ કિમી લાંબા રૂટ ઉપર કેવી વ્યવસ્થા કરશે , અખાડા દ્વારા કયા ક્યાં દાવ કરાશે , ખટારામાં કેટલા લોકો બેસસે તેવી ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી જેથી રથયાત્રા શાંતિ પૂર્ણ વાતાવરણમાં નીકળે .
આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયાએ જાનવાયું કે છેલ્લા ૩૮ વર્ષ થી રથયાત્રા નું આયોજન થઈ રહ્યું છે અને ૨૮ વર્ષ થી શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળી રહી છે તે માટે પોલીસની કામગીરી સરાહનીય છે , વધુમાં જણાવતાં હરિભાઈ એ જણાવ્યું કે યાત્રા ના દિવસે પોલીસ અને સમિતિના કાર્યકરો જ એક બીજા સાથે સંકલનમાં રહેતા હોય છે તે માટે આ બેઠક અનિવાર્ય બની જાય છે.
અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)