ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિટીનગર, મહુવા વિસ્તારમાં એક ગોપનીય રેઇડ દરમિયાન ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની મોટી જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અહીં કુલ ૨૮૨ કિલોગ્રામ મુદામાલ કિંમત રૂ. ૩૬,૪૪૮/- નો કબ્જો કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાની આગેવાનીમાં મહુવા ડીવીઝનમાં દરરોજની પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી.
રેઇડ દરમિયાન સાગરભાઇ હરેશભાઇ પોપટાણી જે વિટીનગરના યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહે છે, તેના ઘરમાંથી ભારતીય બનાવટની ‘સ્મિર્નોફ ગ્રીન એપલ’, ‘ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ’ અને ‘જોહન માર્ટીન પ્રિમીયમ વ્હીસ્કી’ જેવી બોટલો મળી આવી હતી.
આ કેસમાં સાગરભાઇ સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કલમો હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, હાર્દિક ઉર્ફે બાડો નામનો આરોપી પકડવામાં બાકી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર. વાળા, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગલસર અને રાજેન્દ્ર મનાતર સહિતના સ્ટાફે સહયોગ આપ્યો.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર