ભાવનગર
ટ્રકમાં ભરેલ લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની ૩૪૮બોટલો જેની કિંમત ૨,૬૩,૦૨૦/- સહિત ૧૩,૨૮,૦૨૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ ઝડપી પાડ્યા
બાતમી ના આધારે અલ્તાફ રજાકભાઇ ખોખર તથા મજીદભાઇ સલીમભાઇ શેખ ટ્રક રજી.નં.GJ-04-AW-7414માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને દિપકભાઇ વાઘેલા તથા વિશાલભાઇ ઉર્ફે બાઠીયો બંને સફેદ કલરનુ એક્સેસ GJ-04-EG-4100 લઇ આ ટ્રકની આગળ-આગળ ચલાવી ટ્રકને પાઇલોટીંગ કરી આ ઇગ્લીંશ દારૂનો જથ્થો ભાવનગર તરફ વેંચાણ અર્થે લઇને આવે છે. જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્ષ હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતાં અલ્તાફ રજાકભાઇ,મજીદભાઇ સલીમભાઇ , દિપકભાઇ ઉર્ફે દિપો રમેશભાઇ અને વિશાલભાઇ ઉર્ફે બાઠીયો રમેશભાઇ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ કંપની સીલપેક ૩૪૮બોટલો મળી આવેલ. જેના વિરૂધ્ધ ભાવનગર,વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી ( ભાવનગર)