ભાવિકો અને તંત્ર સાથે મળીને મેળા ને આગવી ઓળખ આપે: મહંત શ્રી શેરનાથ બાપુ.

ઘરની જેમ જ દેવતાઓના વાસવાળા ભવનાથ વિસ્તારને સ્વચ્છ રાખીએ: મહંત શ્રી શેરનાથ બાપુ,

ભવનાથ વિસ્તારના ગૌરક્ષ નાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ મહાશિવરાત્રી મેળાના મહાત્મ્યની વાત કરતા જણાવ્યું કે અહીં દેવતાઓનો વાસ છે અને ગિરનાર સિદ્ધ અને પવિત્ર ભૂમિ છે. ભક્તિ અને સદાવ્રતના આ પવિત્ર સ્થળને સ્વચ્છ રાખવી એ સૌનું કર્તવ્ય છે તેમ જણાવ્યું હતું. ભાવિકો અને સરકારી તંત્ર બંને સાથે મળીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સાર્થક કરે તેમ પણ જણાવ્યું હતું.

શ્રી શેરનાથ બાપુએ એમ પણ કહ્યું કે આપણે આપણું જે રીતે ઘર સ્વચ્છ રાખીએ છીએ તે રીતે ગિરનારની પવિત્ર ભૂમિને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવી જોઈએ આમાં અન્ન ક્ષેત્ર સંસ્થાઓ અને ઉતારાઓ એ પણ સહકાર આપી ગંદકી ન થાય તે સહિયારો પ્રયાસોથી પ્રયત્ન કરે અને એ રીતે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન થકી આ મેળાને આગવી ઓળખ આપીએ તેમ પણ જણાવ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)