સુરત શહેરમાં નફ્ફટાઈ હવે ખતરાની હદ પાર કરતી જોવા મળી છે. ભેસતાનથી ઉન તરફ દર્દી લઈ જતી 108 એમ્બ્યુલન્સ સામે શુક્રવારની રાત્રે ગંભીર અવરોધ ઊભો થયો હતો.
BRTS રૂટ પર દોડતી એક કારએ એમ્બ્યુલન્સના સપાટા પરથી નજર ફરી લીઘી. વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે એમ્બ્યુલન્સનો સાયરન અવાજ સંભળાઈ રહ્યો છે, છતાં કાર ચાલકે સાઈડ આપવાનું યોગ્ય નહીં સમજ્યું.
આ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.
સામાન્ય લોકોના જીવ બચાવતી 108 જેવી સેવા સામે જો આવા બેદરકાર વર્તન દાખલાય તો તે ફક્ત અનુશાસન તોડવાનું નહીં પણ માનવતા વિરુદ્ધનો ગુનો છે.
સોશિયલ મિડિયા પર વીડિયો વાઇરલ થતાની સાથે જ લોકો તરફથી કાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન ઉપરાંત, BRTS રૂટમાં સામાન્ય વાહન ચલાવવું પોતે જ ગુનાહિત પ્રવૃત્તિ છે. ઉપરથી 108 એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સર્વિસને અવગણવી, તે નિર્દયતા ની પરાકાષ્ઠા ગણાય.
અહીં એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે :
જ્યારે જીવ બચાવવાનું કામ કરતી એમ્બ્યુલન્સને રસ્તો મળતો નથી, ત્યારે આવી વ્યવસ્થાનો અર્થ શું?
સુરત ટ્રાફિક પોલીસ અને શહેરી તંત્ર સામે સ્પષ્ટ માંગ છે કે આવા કાર ચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેઓને કડક સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નફ્ફટાઈથી આવા ગુના ન કરેછે.