આગામી 30 નવેમ્બર નાં રોજ કારતકવદ અમાસ સાથે શનિવાર નો અદભુત સંયોગ બની રહ્યો છે આવનારી શનિવારના દિવસે આવનારી અમાસને શનિચરી અમાસ કહેવામાં આવે છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિચરી અમાસનો દિવસ શનિની મહાદશાથી પીડિત રાશિઓ માટે ખાસ માનવામાં આવે છે.
આ દિવસે શનિની સાડાસાતી અને શનિ ઢૈયાથી પીડિત રાશિઓના લોકો અમુક ઉપાયો દ્વારા શનિદેવનો અશુભ પ્રભાવ ઓછો કરી શકે છે. જેને લઇ આ શનિવારી અમાસ ના દીને ખેરગામ તાલુકાના ભૈરવી ગામે આવેલ ઓરંગા આવેલ શનિધામ ખાતે 30 નવેમ્બર ના રોજ શનિવાર અને અમાસ ના રોજ શનિ દેવ ની પાઠ – પુજા – હવન – યજ્ઞ સાથે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે .
અહેવાલ : – અંકેશ યાદવ , (ખેરગામ)