મકરસંક્રાતિ પર્વમાં પતંગ દોરાથી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન બને એ માટે બાઈક સવારોને સ્નેહસેતું ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 3000 લોકોને ગળાના પટ્ટાનું વિતરણ.

નવસારી: મકરસંક્રાતિના પર્વે પતંગ ઉડાવવાની પરંપરા ઉજવણીના સમયે પતંગ દોરા દ્વારા કેટલાક લોકોને ગંભીર ઇજાઓ થઇ છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ લોકોમાં ચિંતાનું કારણ બન્યું છે. અનેક બાઈક સવાર ના પતંગ દોરાના કારણે ગળા કપાયાં છે સ્નેહસેતું ચેરીટેબલ ટ્રસ્ટ સામાજિક સંસ્થાઓ આગળ આવી અને બાઈક સવારો માટે ગાળાના પટ્ટા નું વિતરણ શરૂ કર્યું છે. જેમાં મહિલા પોલીસ દ્વારા પણ લોકોની સલામતી માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્થાનિક સંસ્થાના સભ્યોએ જણાવ્યું કે મકરસંક્રાતિમાં પતંગ દોરા ની ગતિશીલતા વધવા છતાં લોકોની સુરક્ષા જાગૃત કરવાની જરૂર છે. મકરસંક્રાતિના તહેવારોમાં અનેક વાર આ આનંદના પળમાં દુર્ઘટનાઓ પણ સર્જાય છે. તાજેતરમાં, મકરસંક્રાતિના તહેવારે બાઈક સવારા જો કે પતંગના દોરા થી ગળા કપાયા હતા જેના કારણે કેટલાક બાઈક સવારોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટનાના કાળમાં સ્નેહસેતું ચેરીટેબલ ટ્રસ્ટ સામાજિક સંસ્થાએ તરત જ પ્રવેશ કર્યો અને 3000 જેટલા બાઈક સવારાઓને ગાળાના પટ્ટા નવસારી મહાનગરપાલિકા પાસે આપવામાં આવ્યા સંસ્થાના કાર્યકરો સાથે મહિલા પોલીસે પણ ખડે પગે બાઈક સવારો ને ગાળાના પટ્ટા પહેરવાની સલાહ આપી હતી આ પહલેથી તાત્કાલિક અસરથી બાઈક સવારીઓને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત અનુભવી હતી. ગાળાના પટ્ટા દ્વારા તેઓને રક્ષણ આપવામાં આવ્યું હતું


અહેવાલ: આરીફ શેખ (નવસારી)