મનપા જૂનાગઢ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં પોષણ માહ ની ઉજવવામાં આવશે.

જૂનાગઢ

ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે પોષણ અભિયાન અંતર્ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં પોષણ માહ ની ઉજવવામાં આવે છે. પોષણ અભિયાન સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરે છે. આ પોષણ અભિયાન હેઠળ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦, એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે કે જે આંગણવાડીની સેવાઓ , કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશિત કરે છે. પોષણ અભિયાનના ઈચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન એક મહત્વપુર્ણ ઘટક છે ઉક્ત ઉદેશ્ય ને હાંસલ કરવા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. આ પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃતિનું આયોજન કરી જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષની પોષણ માસની ઉજવણી અલગ અલગ ૫ થીમ પર કેન્દ્રીત કરવામાં આવેલ છે. આ થીમ ૧.એનિમિયા ૨. વૃધ્ધિ દેખરેક ૩. પૂરક આહાર ૪. પોષણ ભી પઢાઈ ભી(PBPB) ૫. સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોચાડવા માટે ટેકનોલોજી ૬. સર્વગ્રાહી પોષણ (પોષણ સાથે જોડાયેલા તમામ આવશ્યક તત્ત્વોને આવરી લેવા) છે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આઈ.સી.ડી.એસ.શાખા, મહા નગરપાલિકા, જુનાગઢ દ્વારા ઉપરોકત થીમ મુજબ પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી થનાર છે જેના અનુસંધાને આજ તા.૦૨-૦૯-૨૦૨૪ ના રોજ મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ પ્રવૃતિ દ્વારા પોષણ માસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં આંગણવાડી ના બહેનો તેમજ આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થીઓ દ્વારા આંગણવાડી ના પરીસર તેમજ આસપાસના વિસ્તારમાં વૂક્ષારોપણ કરવામાં આવેલ. સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવે છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)