જૂનાગઢ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સેનીટેશન વર્કર અને સફાઈ મિત્રના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્વચ્છ સર્વેક્ષણ વોર્ડ રેકિંગ,બેસ્ટ પરફોર્મિંગ વર્કર્સ, પ્રી મોનસૂનમાં ડ્રેનેજ ક્લીનીંગ અને મેન્ટેનેન્સની કામગીરી કરતા ડ્રેનેજ વર્કરમાંથી બેસ્ટ સફાઈ કામદારને મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર અને કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ ડે.મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છ વોર્ડ રેકિંગમાં ૧૦ પેરા મિટરની વેલ્યુસન કરવામાં આવેલ જેમાં હોમ કમ્પોસટીંગ સોર્સ સેગ્રીગેસન, ક્લીનનેસ, બ્યુટીફીકેશન અને સિંગલયુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન હોઈ તેવા પેરામીટર્સ પર વેલ્યુએશન કરેલ તેમજ એન.યુ.એલ.એમ.ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ,રીડ્યુઝ,રિયુઝ અને રીસાયકલનો કોન્સેપ્ટ અપનાવી કરેલ કામગીરીના સદર્ભમાં ૩ ગ્રુપ અને ૧૨ સફાઈ કામદાર અને ૩ સેનેટરી ઇન્સપેકટર તેમજ ૧ ડ્રેનેજ સુપરવાઈઝરને સન્માનિત કરવામાં આવ્યા,જેમાં કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ દ્વારા સુચન કરેલ કે આગામી દીવસોમાં દરેક દુકાનદારોએ પોતાનો કચરો ડોર ટુ ડોર વાહન માં જ આપવો,કચરો જ્યાં ત્યાં રોડ પર ન ફેકવો.કચરો જ્યાં ત્યાં રોડ ઉપર ફેકવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)