પરંતુ શહેરીજનો દ્વારા દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઈસમો પાસેથી અનિધકૃત ઘાસચારો લઇ જાહેર માર્ગ પર જ ગૌવંશને આપવામાં આવે છે.જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે.તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે.
મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમપ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા તથા ડી.જે.જાડેજા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેરમાર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.જેથી જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પકડાશે તો મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ શહેરીજનોએ નોંધ લેવી.
મહાનગરપાલિકા, જુનાગઢની કાર્યવાહી શહેરીજનોના લોકહિતમાં હોય તેથી જુનાગઢ શહેરના શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા ફ્રેન્ડસ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જન સેવા કેન્દ્ર, જોશીપુરા ઝોનલ ઓફીસ(સોરઠ ભવન), ટીંબાવાડી ઝોનલ ઓફીસ,દોલતપરા ઝોનલ ઓફીસ, શહેરીજનો પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે.જે રકમનો ગૌશાળા ખાતે ઘાસચારો આપવામાં ઉપયોગ કરવામાં આવશે. જેની શહેરીજનોને પાકી પહોંચ આપવામાં આવશે. તેમજ મહાનગર પાલિકા, જૂનાગઢની (૧.)ખામધ્રોળ ટોરેન્ટગેસ પાસેની ગૌશાળા (૨)સુખનાથ ચોક સાવજના ડેલા પાસે આવેલ ગૌશાળા અથવા શહેરની અન્ય કોઈ પણ ગૌશાળાએ જઈ ને ઘાસચારાનું દાન કરવા માટે જણાવવામાં આવેલ છે.હાલના આધુનિક સમયમાં ડીજીટલ પેમેન્ટ દ્વારા સરળતાથી દાન કરવા માટે મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા QR CODE ની પણ વ્યવસ્થા આપવામાં આવેલ છે. QR CODE મારફતે પણ દાન કરી શકાશે
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)