મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા તમામ મિલ્કત ધારકોને વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટરની ડસ્ટબીન (બ્લુ અને લીલી) નું વિતરણ જાહેર રજાના કારણે ત્રણ દિવસ બંધ રહેશે.

જૂનાગઢ

મહાનગરપાલિકા, જુનાગઢ માં નોંધાયેલ મિલ્કત ધારકો કે જેને વર્ષ-૨૦૨૪ -૨૫ ના વર્ષનો સંપૂર્ણ મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે.તે તમામ મિલ્કત ધારકોને મહાનગર પાલિકા, જુનાગઢ તરફથી મિલ્કત વેરો ભર્યાની ઓરીજનલ પહોંચ રજુ કર્યેથી વિના મુલ્યે ૨-નંગ ૧૦ લીટર ડસ્ટબીન (બ્લુ અને લીલી)નું ઘર વેરા શાખાના વોર્ડ નં.૧ થી ૧૩ અને ૨૨ના શહેરીજનો માટે શહેરી મિલ્કત ધારકો માટે સ્થળ: શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે તેમજ ઘર વેરા શાખાના વોર્ડ નં.૧૪,૧૫ અને ૧૬ના શહેરીજનો માટે દોલતપરા ઝોનલ ઓફીસ ખાતે અને ઘર વેરા શાખાના વોર્ડ નં.૧૭ અને ૧૮ના શહેરીજનો માટે જોશીપુરા ઝોનલ ઓફીસ (સોરઠ ભવન) ખાતે અને વોર્ડ નં.૧૯,૨૦ અને ૨૧ના શહેરીજનો માટે ટીંબાવાડી ઝોનલ ઓફીસ ખાતેથી વિતરણ કરવાની કામગીરી તા.૧૪/૯/૨૪ થી ૧૬/૦૯/૨૦૨૪ શનિવાર થી સોમવાર સુધી જાહેર રજાના કારણે ડસ્ટબીન વિતરણ બંધ રહેશે.જેની તમામ મિલકત ધારકોએ નોંધ લેવી. તેમજ તા:૧૭/૦૯/૨૦૨૪ થી રાબેતા મુજબ ડસ્ટબીન વિતરણ ચાલુ રહેશે.

જેમાં જે મિલકત ધારકોએ ઓનલાઈન માધ્યમથી સંપૂર્ણ મિલ્કત વેરો વર્ષ:૨૦૨૪-૨૫ સુધીનો ભરેલ હોય તેઓને ઓનલાઈન વેરો ભર્યાની રીસીપ્ટ (હાર્ડ કોપી સ્વરૂપે) અને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને આવવાનું રહેશે.તેમજ ઓફલાઈન (રોકડ) દ્વારા સંપૂર્ણ મિલ્કત વેરો વર્ષ-૨૦૨૪ -૨૫ સુધીનો ભરેલ હોય તેઓએ મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા આપવામાં આવતી ઓરીજીનલ રીસીપ્ટ (હાર્ડ કોપી સ્વરૂપે) રજુ કરવાની રહેશે. તેમજ મિલકત ધારકોએ સંપૂર્ણ મિલ્કત વેરો વર્ષ-૨૦૨૪- ૨૫ સુધીનો ભરેલ હોય તેઓને તા:૩૧/૦૩/૨૦૨૫ સુધી ડસ્ટબીન (બ્લુ અને લીલી) મળવા પાત્ર રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)