જૂનાગઢ
શહેરમાં રોડ રસ્તાની આસપાસ, મહા નગરપાલિકા, જુનાગઢની માલિકીના પ્લોટો, કપાતમાં મળેલ પ્લોટો તથા મહાનગરપાલિકા, જુનાગઢની માલિકીની તમામ જગ્યાઓમાં કોઈ પણ પ્રકારનું દબાણ જો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હોય.તો એ તાત્કાલિક હટાવવા તાકીદ કરવામાં આવે છે.ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિને કારણે રોડ પર ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે.જે ધ્યાને લઇ મહાનગરપાલિકા, જૂનાગઢ ના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ. ઝાંપડા અને આસી.કમિશ્નર(વ) શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં મહાનગરપાલિકા હસ્તકની જગ્યાઓ તેમજ જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રવુતિઓ માટે ગેરકાયદેસર દબાણ કરેલ હશે તેઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદેસર દબાણ જ્યારેથી થયેલ હશે ત્યારથી મહાનગરપાલિકા,જુનાગઢના બજેટ અન્વયે પ્રતિ ચો.મી.ના રૂ.૧૨(બાર) પ્રતિ દિવસ લેખે દંડ તથા પેનલ્ટીની રકમ વસૂલવામાં આવશે.આ બાબતે મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા શહેરના શહેરીજનોને ગેરકાયદેસર દબાણ ન કરવા તેમજ ભૂતકાળમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય તો તેમને હટાવવાની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. અન્યથા મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા દંડ વસુલવા તેમજ દબાણ હટાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ દબાણ કરતા વેપારીઓ, મિલકત આસામીઓ અને શહેરીજનોએ નોંધ લેવી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)