મહાનગરપાલિકા, જુનાગઢ વિસ્તારમાં ગેર કાયદેસર અને મંજૂરી વગર દીવાલો ઉપર લગાડવામાં આવતા વોલ પેન્ટિંગ, સ્ટીકર, પોસ્ટર, સાઇનબોર્ડ, કિયોસ્ક પોલ અને હોર્ડીંગ્સ બોર્ડનું ભાડું ઉપરાંત દંડની વસૂલાત કરવામાં આવશે.

મહાનગર પાલિકા, જૂનાગઢની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે, હોર્ડિંગ્સ બોર્ડ એજન્સી/આસામી/પેઢી/સંસ્થા/કંપની/ક્લાસીસ કે ટ્રસ્ટ દ્વારા આવા ગેર કાયદેસર રીતે પ્રદર્શિત થતાં કોઈપણ માધ્યમથી થતાં પ્રચાર/પ્રસાર શહેરની શોભા તથા એકરૂપતા જળવાતી ન હોય, આવા આસામીઓ સામે ભાડા ઉપરાંત દંડની રકમ તથા કસુરવારના બોર્ડ, સ્ટીકર, પોસ્ટર, હોર્ડીંગ્સ મ.ન.પા દ્વારા દૂર કરવામાં આવેલ અને તે ખર્ચની રૂ.૨૨,૦૦૦/- રકમ દંડ સહિત વસૂલ કરવામાં આવેલ છે. જે અંગે તમામ કસુરવારને નીચેની વિગતે દંડની રકમ વસૂલ કરવા અંગેની જાણ કરવામાં આવે છે.

(૧) સ્ટીકર,પોસ્ટર,ધજા,પતાકા, બોર્ડ,સોડિયમ પોલ કે સરકારી તથા અર્ધ સરકારી મિલકતોની દીવાલો ઉપર મંજૂરી વગર લગાડવામાં આવેલ હોય તો પ્રથમ વખત ભાડા ઉપરાંત રકમ રૂ.૨૦૦/- પ્રતિદિનનો દંડ તથા બીજી વખત ભાડા ઉપરાંત રકમ રૂ. ૫૦૦/- પ્રતિદિનનો દંડ વસૂલ કરવામાં આવશે.

(૨) સાઇન બોર્ડ અને હોર્ડીંગ્સ બોર્ડ તથા મ.ન.પા. માલિકી તથા સરકારી અર્ધ સરકારીની દીવાલો ઉપર લગાડવામાં આવેલ જાહેરાત પ્રથમ વખત ભાડા ઉપરાંત રકમ રૂ.૫૦૦૦/- પ્રતિદિન નો દંડ તથા બીજી વખત ભાડા ઉપરાંત રકમ રૂ. ૧૦૦૦૦/- પ્રતિદિન નો દંડ વસૂલ કરવામાં આવશે.આગામી દિવસોમાં ઉક્ત વિગતેની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેની અખબારી યાદીમાં જુનાગઢનાં શહેરીજનોને જણાવવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)