મહાનગરપાલિકા જુનાગઢ હેઠળની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે એક ચિત્રસ્પર્ધાનું આયોજન.

જૂનાગઢ

રાષ્ટ્રના ૭૮ માં સ્વાતંત્ર દિન ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ની હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવનાર છે ઉપરોકત ઉજવણી માં ઉત્સાહભેર લાભાર્થીઓ જોડાય તે હેતુસર મહાનગર પાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે તા.૮/૮/૨૦૨૪ થી ૧૪/૦૮/૨૦૨૪ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવનાર છે જે અનુસંધાને તા.૦૯/૮/૨૪ ના રોજ મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ,આ ચિત્રસ્પર્ધામાં આંગણવાડી ના બાળકો દ્વારા ખુબ ઉમંગ અને ઉત્સાહભેર હર ઘર તિરંગા ની થીમ પર ચિત્ર સ્પર્ધા માં ભાગ લઈ ખુશ થયેલા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)