મહાનગરપાલિકા, જુનાગઢના ભાડુઆતો દ્વારા સમયસર ભાડુ ભરપાઈ ન કરતાં આસામીશ્રી ઓની મિલ્કત કબજે લેવામાં આવી…

મહાનગર પાલિકા,જુનાગઢની રેવન્યુ ટેક્સ શાખાના ઇમારત ભાડા તથા જમીન ભાડાના ભાડુઆતો દ્વારા ઘણા સમયથી ભાડું ભરપાઈ કરવામાં ન આવતા ગુજરાત પબ્લિક પ્રિમાઈસિસ (ઇવેકશન ઓફ અનઓર્થોરાઇઝ્ડ ઓકયુપન્ટસ) એક્ટ – ૧૯૭૨ હેઠળ તત્કાલિન માન.કમિશનર શ્રી દ્વારા તા.૨૬/૦૩/૨૦૧૮ થી નાયબ કમિશનરશ્રીની સક્ષમ અધિકારીશ્રી તરીકે નિમણૂક કરી ઇવેકશન એકટ તળે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ રેવન્યુ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ઉપરોક્ત વિગતે ઇવેકશન કેસ એક્ટ તળે નાયબ કમિશનરશ્રી તરફ સમક્ષ દરખાસ્ત કરવામાં આવેલ અને બાકીદારોને નિયમાનુસાર ઇવેકશન એક્ટ તળે નોટીસો પાઠવવામાં આવેલ.આ નોટીસ પાઠવ્યા બાદ પણ ભાડુ ભરપાઈ કરવામાં ન આવતા નિયમાનુસાર સક્ષમ અધિકારીશ્રી અને નાયબ કમિશનરશ્રી દ્વારા ઇવેકશન એક્ટ તળે નિયમાનુસાર ઠરાવ કરી આ દુકાનનો કબ્જો દિન-૭(સાત)માં લેવા ઠરાવ કરવામાં આવેલા જે અન્વયે સિનિયર ટાઉનપ્લાનિંગ ઓફિસરશ્રી તથા કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા જુનાગઢ શહેર માં આવેલ વિવિધ સ્થળો જેવા કે, જયશ્રી ટોકીઝ સામે ૩મિલ્કત તથા હોમગાર્ડ ઓફિસ ૧ તથા સરદારચોક ૧ તથા મોટી શાક માર્કેટ ૧ તથા કડિયાવાડ ૧ ના ભાડુઆતો દ્વારા નિયમાનુસારનું સમયસર ભાડુ ભરપાઈ ન કરતાં કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશના આદેશ અન્વયે નાયબ કમિશનર શ્રી એ.એસ.ઝાંપડાની સૂચનાથી સિનિયર ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કુલ ૭ ભાડુઆતી મિલ્કત કબ્જો મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા લેવામાં આવેલ છે. વધુમા મહાનગરપાલિકાના ભાડુઆતો દ્વારા બાકી ભાડુ સમયસર અને સત્વરે ભરપાઈ કરવા જુનાગઢ મહાનગર સેવા સદનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)