જૂનાગઢ શહેરમાં આગાખાન હોસ્ટેલ પાસે આવેલ જે ઠાકર ચા તેમજ તેની બાજુમાં આવેલ જય ઠાકરધણી ચા એન્ડ કોલ્ડ્રીક્સ, સરદાર ચોકમાં આવેલ જય બેકરી, કાળવા ચોકમાં આવેલ રજવાડી શક્તિ ચા, એમ.જી. રોડ ઉપર આવેલ જલારામ ફરસાણ દ્વારા જાહેરમાં ન્યૂસન્સ તેમજ મહા નગરપાલિકા જૂનાગઢની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર રસ્તા પૈકીની જગ્યામાં ઓટલા, ચાની લારી,ગેસના ચૂલા ટ્રાફિકને નડતર રૂપ થાય તે રીતે જ્ગ્યા પર દબાણ કરી ધંધો કરતાં હોય જે દુકાનો માન.કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ(IAS) અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા તથા ડી.જે. જાડેજા અને આસી.કમિશનર(ટેક્સ)શ્રી કલ્પેશ ટોલીયાની સૂચના પ્રમાણે ટેક્સ સુપ્રિટેન્ડન્ટશ્રી મનોજ રૂપાપરા તેમજ દબાણ અધિકારીશ્રી હરેશ સોંદરવા ની ટીમ દ્વારા આજ રોજ સીલ કરવામાં આવેલ છે. વધુમાં એમ.જી.રોડ ઉપર આવેલ કે.ડી.જ્વેલર્સ પાસે સ્થળ ઉપર જ રૂ.૫૦,૦૦૦/- નો દંડ વસૂલવામાં આવેલ છે.આમ શહેરમાં નાનો મોટો ધંધો કરતાં વેપારીશ્રીઓને જણાવાનું કે મહાનગરપાલિકા, જુનાગઢની પૂર્વ મંજૂરી વગર ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે ઓટલા કે ચા ની લારી રાખી કોઈ પણ પ્રકારે મહાનગરપાલિકાની જ્ગ્યાનું દબાણ ન કરવા એક યાદીમાં જણાવવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)