મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા હાઉસ ટેક્સ રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી.

જુનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ ઘણા લાંબા સમયથી મિલ્કતોનો ટેકસ ભરપાઈ કરવાનો બાકી હોય તેવી મિલ્કતોમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨૧ ટીમની રચના કરી રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાની હાઉસ ટેકસ શાખાની યાદી જણાવે છે કે, જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલ્કતોનો ઘણા લાંબા સમયથી જે મીલ્કત ધારક દ્વારા પોતાની મીલ્કતનો ટેકસ ભરપાઈ કરવામાં આવેલ ન હોય તેવા આસામીઓએ પોતાની મીલ્કતનો બાકી ટેકસ તથા યુઝર ચાર્જ ઓફીસ અવર્સ દરમ્યાન ભરપાઈ કરવા જાણ કરવામાં આવે છે.

જો મીલ્કત ધારક દ્વારા પોતાની મીલ્કતનો બાકી ટેકસ તથા યુઝરચાર્જ ભરપાઈ નહીં કરવામાં આવે તો જુનાગઢ મહાનગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા ૨૧ ટીમોની રચના કરવામાં આવેલ છે અને મિલ્કતોને ટાંચમાં લઈ સીલિંગ અને જપ્તિની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની જુનાગઢ હદ વિસ્તારમાં આવેલ તમામ મીલ્કતધારકોએ નોંધ લેવા વિનંતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)