મહાનગરપાલિકા જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત.

જૂનાગઢ

મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા તા.૧૧/૧૦/૨૪ થી તા:૧૭/૧૦/૨૦૨૪ સુધીમાં શહેરમાંથી ૬૭ (સડસઠ) ગૌવંશ પકડવામાં આવ્યા અને ૭૪ (ચુમોતેર) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા તેમજ તા.૨૯/૦૮/૨૦૨૪ થી આજ દિન સુધીમાં ૮૫૯ (આંઠસો ઓગણસાઈઠ) ગૌવંશ પકડવામાં આવ્યા અને ૭૧૫ (સાતસો પંદર) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા હતા.

આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)