જૂનાગઢ
મહાનગર પાલિકા, જૂનાગઢના માન. કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી. કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ વાજા ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તાર માંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે. ચુડાસમા ના સુપરવિજન હેઠળતા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ શહેરમાંથી ૨૨ (બાવીસ) ગૌવંશ પકડવામાં આવ્યા તેમજ ૧૦ (દસ) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા,આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ