મહાનગરપાલિકા જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત.

જૂનાગઢ

Advertisement

મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા, આસી. કમિશ્નર (વ)શ્રી જયેશભાઈ પી.વાજા ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહા નગરપાલિકા ના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગરપાલિકા ના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે. ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ પરમારના સુપરવિઝન હેઠળ તા.૨૧/૦૯/૨૦૨૪ ના રોજ શહેરમાંથી ૨૪(ચોવીસ ) ગૌવંશ પકડવામાં આવ્યા,તેમજ ૧૫(પંદર) ગૌવંશને સરકારશ્રીની ગૌ પોષણ યોજના હેઠળ લાભ મેળવતી અન્ય ગૌ શાળામાં મોકલવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement