મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા ફૂટપાથ અને ખુલ્લી જગ્યા પર આશ્રય લેતા લોકોને આશ્રય ગૃહમાં આશરો આપવા માટે ખાસ નાઈટ ડ્રાઈવ ઝુંબેશ કાર્યરત.

જુનાગઢ શહેરમાં ફૂટપાથ પર અથવા ખુલ્લી જગ્યા પર આશરો લેતા ઘરવિહોણા અને જરૂરીયાતમંદ લોકો માટે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ચાર જેટલા આશ્રયગૃહ કાર્યરત છે.જેમાં જરૂરિયાતમંદ લોકો દ્વારા આશ્રય સ્થાનમાં આશ્રય લેવામાં આવે તે માટે મહાનગર પાલિકાના માન.કમિશનર શ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને માન.નાયબ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત યુ.સી.ડી.શાખા દ્વારા સ્પેશિયલ નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે.જેમાં ફૂટપાથ તથા ખુલ્લી જગ્યા પર સુતા મજૂરો,ભિક્ષુકો અને જરૂરિયાતમંદ લોકોને સમજૂત કરી આશ્રય સ્થાન પર આશરો લેવા માટે મહાનગર પાલિકા, જુનાગઢની ટીમ અને જરૂર પડે ત્યાં પોલીસ વિભાગને સાથે રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

ઘરવિહોણા અને જરૂરીયાતમંદ લોકોને આશ્રય સ્થાન સુધી પહોચાડવામાં મદદરૂપ બનવા માટે સૌ શહેરીજનોને મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા અપીલ કરવામાં આવે છે,જે અંતર્ગત શહેરીજનોને ઘરવિહોણા અને જરૂરીયાતમંદ લોકો માલુમ પડે તો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આશ્રય સ્થાન ત્રીજો માળ,સોરઠ ભવન,ગાંધી ચોક પાસે અને નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ આશ્રય સ્થાનના મેનેજરશ્રી અલ્તાફભાઈ કુરેશી મો. ૯૮૨૫૪૬૪૪૦૩, શ્રી પીયુશભાઇ જાદવ મો.૭૬૨૧૦૭૮૫૭૪ અને શ્રી અતીકભાઈ જાગા મો.૮૮૪૯૭ ૩૪૩૨૫ પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)