
કચ્છ :
મહારાણી પ્રિતીદેવી સાહેબ ઓફ કચ્છના 88મા જન્મદિવસ નિમિતે भारतीय महिला सुरक्षा संगठनના પ્રમુખ કરિશ્મા ખોજા દ્વારા ફૂલ બુકે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે કરિશ્માબેને ઈશ્વરજી મહારાણી સાહેબને નિરોગી આયુષ્ય અને લાંબું જીવનદાન આપે તેવી શુભકામનાઓ સાથે, કચ્છ અને કચ્છીઓ માટે તેમની લાગણી અને સેવાકીય કાર્ય અવિરત રહે તેવી પ્રાર્થના કરી.
આ શુભેચ્છા કાર્યક્રમમાં કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા, ભારતીય મહિલા સુરક્ષા સંગઠનના જિલ્લા પ્રમુખ કરિશ્મા ખોજા, રમાબેન માંકડ, આરતીબેન હંસોરા, સોનાક્ષી, માહી તેમજ સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન વારીસભાઈ પટણીએ કરેલું અને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ માહિતી ભારતીય મહિલા સુરક્ષા સંગઠનના પ્રમુખ કરિશ્મા ખોજાએ યાદી દ્વારા આપી હતી.
– અહેવાલ : વારીસ પટણી