જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની એક યાદીમાં જણાવ્યુ છે કે, જુનાગઢ મહાનગર પાલિકા શહેરી વિસ્તારમાં ચાલતી મટન માર્કેટ બંધ રાખવા આદેશ કરવામાં આવેલ છે. આગામી મહાશિવરાત્રી મેળા ૨૦૨૫ અંતર્ગત જુનાગઢ શહેરમાં આવેલ નોનવેજ ની દુકાનો, મટનમાર્કેટ, ફિશમાર્કેટ,મીટશોપ, પોલ્ટ્રીશોપ,ફિશશોપ,લારીગલ્લાઓ તા.૨૬/૦૨/૨૦૨૫ ને બુધવારના રોજ બંધ રાખવા માન.કમિશનરશ્રી દ્વારા સંદર્ભિત પત્રથી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૪૬(૧)(ડી) હેઠળ સ્થાયી હુકમ કરવામાં આવેલ છે. જેથી આ દિવસે નોનવેજની દુકાનો,મટનમાર્કેટ, ફિશમાર્કેટ, મીટ શોપ,પોલ્ટ્રીશોપ,ફિશશોપ, લારીગલ્લાઓ ઉપર વેચવામાં આવતી નોનવેજ વસ્તુઓ વેચાણ ઉપરોક્ત તારીખનાં રોજ બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ છે. આ આદેશનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. અન્યથા મહાનગરપાલિકા દ્વારા આદેશના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની મીટશોપ ધારકોએ નોંધ લેવી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)