
ભાવનગર (તા. ૧૧ મે):
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની (LCB) ટીમે મહુવા ગ્રામ્ય વિસ્તારમાંથી તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપ્યા છે. છાપામાર કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ. ૪૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના દિશા-સૂચનો અંતર્ગત દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાનું એલસીબીને સખત નિર્દેશ આપવામાં આવ્યો છે.
તા. ૧૦થી ૧૧ મેથી વચ્ચેની રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહુવા વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભાદ્રોડ ગામે બુટીયાના નાળા પાસે મર્ચન્ટ ફેક્ટરીની પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ઇલેક્ટ્રોનિક લાઇટના અજવાળે તીન પત્તીનો જુગાર રમે છે. ટીમે તરત સ્થળ પર રેડ કરતા પાંચ ઇસમો જુગાર રમતી હાલતમાં પકડાયા હતા.
પકડી પડાયેલા આરોપીઓ:
- જાવેદભાઈ ઇબ્રાહિમભાઈ કલાણિયા (ઉ.વ. ૩૭) – ફાતીમા સોસાયટી, મહુવા
- યાસીન ઉર્ફે યામીન હુસેનભાઈ સેલોત (ઉ.વ. ૩૫) – ફાતીમા મસ્જિદ પાસે, મહુવા
- અક્રમભાઈ હનીફભાઈ કાળવાતર (ઉ.વ. ૨૪) – નુર સોસાયટી, મહુવા
- આરિફભાઈ રહીમભાઈ શેખ (ઉ.વ. ૩૮) – વન્ડર પાર્ક નજીક, મહુવા
- સરફરાજ અલાઉદીનભાઈ લાખાણી (ઉ.વ. ૪૦) – ખત્રી શેરી, મહુવા
મુદ્દામાલ:
- તીન પત્તીના પત્તા – ૫૨
- રોકડ રકમ – રૂ. ૪૨,૫૦૦/-
કુલ કબ્જે મુદ્દામાલ – રૂ. ૪૨,૫૦૦/-
આ તમામ વિરૂદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કાર્યવાહીમાં જોડાયેલા સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેકટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, તરૂણભાઈ નાંદવા તથા પ્રવિણભાઈ ગળચરની ટીમે સફળ રેડ કરી હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર