મહુવા: સગીરાના અપહરણના ગુનાહિત કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો – નાસતા ફરતા સ્કોર્ડની સફળ કામગીરી!

ભાવનગર : પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબની સુચનાથી મહુવા ડિવિઝનમાં રચાયેલ નાસતા ફરતા સ્કોર્ડ દ્વારા સગીરાની અપહરણ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

મહુવા ટાઉન પો.સ્ટે.ના ગુ.ર.નં. 11198035240970/2024 બીઆનએસ કલમ- ૧૩૭(૨), ૮૭ મુજબના ગંભીર ગુનામાં આરોપી લીસ્ટેડ વોન્ટેડ હતો, જેને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી વડલી ચોકડી, મહુવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ સગીરાને લલચાવી અને લગ્નના નાટકથી અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીનો વિગત:

  • નામ: સાગર કિશનભાઈ ભાટીયા (ગાજરીયા)
  • ઉમર: 27 વર્ષ
  • વ્યવસાય: મજૂરી/ડ્રાઈવિંગ
  • હાલનો પતા: માર્કેટીંગ યાર્ડ, મોરબી
  • મૂળ પતા: વાધરકુવો, મહુવા, જી. ભાવનગર

કામગીરી કરનાર સ્ટાફ:

  • મદદનીશ પોલીસ અધિક્ષક: શ્રી અંશુલ જૈન
  • પો.સ.ઈ.: આર.એ. વાઢેર, પી.આર. સરવૈયા
  • આસી.સબ ઇન્સ.: જે.આર. આહીર
  • પો.કોન્સ.: હરપાલસિંહ સરવૈયા

આ કામગીરીમાંથી સાબિત થાય છે કે નાસતા ફરતા ગુનેગારો સામે પોલીસ તંત્ર પૂરજોશમાં સક્રિય છે અને સગીર નાબાલગોની સુરક્ષા માટે પોલીસ વચનબદ્ધ છે.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર