માંગરોળ ઇસ્માઇલી ખોજા સમીતી દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની લોહાણા મહાજન વાડી ખાતે ઇસ્માઇલી ખોજા સમીતી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગસ્ટના રોજ મેગા બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો જેમા રાજકોટની નાથાણી વોલન્ટરી બ્લડ બેંક સેવારત રહી હતી.

આ કેમ્પની શહેરના વિવિધ સંગઠનોના આગેવાનોએ મુલાકાત લીધી હતી તેમજ મોટી સંખ્યામાં દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ

દરેક રક્તદાતાઓ ને નાથાણી બ્લડ બેંક દ્વારા સંમાનપત્ર અને સંજીવની નેચર ફાઉન્ડેશનના સહયોગથી ચકલીના માળા અને પાણીના કુંડા પણ આપવામાં આવ્યા હતા.

માંગરોળ ઇસ્માઇલી ખોજા સમીતી આયોજીત આ રક્તદાન કેમ્પમાં એક્ઠુ થયેલ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓ તથા અકસ્માત જેવા કેસોમાં મદદરૂપ થઈ શકશે.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)