માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર અને ટ્રક વચ્ચે અકસ્માત પુત્ર અને પતિની નજર સામેજ મહીલા નું મોત, ચાર વર્ષના બાળકનું ચમત્કારીક બચાવ, 108 મારફતે મહીલા નું મુર્તદેહ માંગરોળ હોસ્પીટલ લાવવામાં આવ્યો,મહીલાના મોતને પગલે કેશોદના જોગી પરીવારનું આક્રદ, કેશોદથી સ્કુટર પર આવતા રવીભાઈ જોગી પોતાની પત્ની અને પુત્રને બેસાડી માંગરોળના શીલ ગામે જતા હતા તે દરમિયાન રુદલપુર ફાટક પાસે ટ્રકે હડફેટે લેતા સ્કુટર ના પાછળ બેસેલા રવી ભાઈના પત્ની કાજલ બેન ટ્રકના ટાયરમા આવી જતા કાજલ બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચાર વર્ષિય પુત્રી નું ચમત્કારીક બચાવ થયો છે, બાઈક ચાલક રવી ભાઈ અને ચાર વર્ષિય પુત્રી ની નજર સામેજ કાજલ બહેન જોગી નું મોત થતાં વાતાવરણ ગમગીન બન્યું હતું, આ ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા અને 108 મારફતે મહીલા ના મુર્તદેહ ને માંગરોળ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો ,
બનાવની જાણ થતા શીલ સરપંચ જયેશભાઈ તેમજ મૃતક મહિલાના પરીવાર જનો અને મોટી સંખ્યા માં લોકો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. રવિ ભાઈ જોગી કેશોદ ના રેલવે સ્ટેશન નજીક ચા ની હોટલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે જોગી પરિવાર અકસ્માત થતા ગમગીન બન્યો હતો. માંગરોળ પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)