માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા પુજ્ય મુક્તાનંદજી બાપુ ના ૬૬માં જન્મોત્સવ નિમીતે મેઘા રક્તદાન કેમ્પ સાથે વિવિધ પાંચ કાર્યક્રમોનુ આયોજન કરાયુ..

જૂનાગઢઃ

જુનાગઢ જિલ્લાના માંગરોળ જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા પૂજ્ય મુકતાનંદજી બાપુના ૬૬માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભાવસિંહ સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગ થી મેઘા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન સાથે સાથે માંગરોળ ગાયત્રી પરિવાર ના દિલીપભાઈ જોષી અને તેમની ટીમ ના સહયોગ થી ગાયત્રી મહાયજ્ઞ, આરેણા શિવમ ચક્ષુદાન પ્રમુખ નાથાભાઈ નંદાણિયાના સહયોગ થી દેહદન સંકલ્પ પત્ર ભરવાનુ, તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના નરેશબાપુના સહયોગ થી વૃક્ષ રોપા વિતરણ ચકલીના માળા વિતરણ જેવા એક સાથે પાંચ કાર્યક્રમનુ ભવ્ય આયોજન મુરલીધર વાડી ખાતે કરવામાં આવ્યું હતું.

પૂજ્ય મુક્તાનંદ બાપુ ના ૬૬માં જન્મદિવસ ની ઉજવણીના ભાગ રુપે ગૌરક્ષા સેના આયોજીત આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦ થી પણ વધુ રક્ત દાતા ભાઈઓ અને બહેનોએ પણ રક્ત દાન કર્યું હતું અને તમામ રક્ત દાતાઓ ને ઉપસ્થિત આગેવાનો હસ્તે સર્ટિફિકેટ સાથે ચકલીના માળા અને વૃક્ષ રોપા પણ આપવામાં આવ્યા હતા
આ બ્લડ કેમ્પમાં એક્ઠુ કરેલ રક્ત પોરબંદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માત કેસોમાં ઉપયોગી થશે તેવુ શ્રીરામ બ્લડ બેંક-પોરબંદરના જયપાલસિંહે જણાવ્યુ હતુ
આ અવસરે કાર્યક્રમમાં વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પરેશભાઈ જોષી , ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ચેતનભાઇ કગરાણા, ભગીરથસિંહ ચુડાસમાં સહીત વિવિધ રાજકીય સામાજિક ધાર્મિક સંસ્થાઓ ના આગેવાનો વેપારી અગ્રણીઓ સહીત ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા ગૌરક્ષા સેનાના ગોવિંદભાઈ જી.કે , કેતનભાઈ નરસાણા સહીતના હોદ્દેદારોએ સાથે સમગ્ર ટીમના સભ્યો દ્વારા સુંદર રીતે આયોજન વ્યવસ્થા સંભારેલ હતી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)