માંગરોળ જાયન્ટસ ગૃપ 2025ના પ્રમુખ તરીકે છગનભાઇ પરમારની સર્વાનુમતે વર્ણી કરવામા આવી.

 જુનાગઢ જિલ્લામાં આવેલ માંગરોળ જાયન્ટસ્ ગ્રુપ ની એક મીટીંગ કિશનભાઇ પરમાર ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં ૨૦૨૫ નાં નવા વર્ષના હોદેદારો ની વરણી કરવામાં આવતા પ્રમુખ છગનભાઇ પરમાર, ઉપપ્રમુખ ૧ અરવિંદભાઈ ખેર, ૨ ડો.કમલેશભાઈ કુબાવત, સેક્રેટરી પંકજભાઈ રાજપરા, ખજાનચી પરેશભાઈ જોષી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની વરણી સર્વાનુમતે  કરવામાં આવી હતી.


આ બેઠકમાં આગામી વરસ ના પ્રોજેક્ટ હાથ ધરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.નવા વરાયેલ હોદેદારોની યુનિટ ડાયરેક્ટ ગુણવંતભાઈ સુખાનદી એ તથા નિવૃત્ત થતાં પ્રમુખ કિશનભાઇ પરમાર અને સભ્યોએ શભેચ્છાઓ પાઠવી હતી

અહેવાલ: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)