જુનાગઢ:
જૂનાગઢના માંગરોળ તાલુકાના રહિજ ગામે તા. 21/05/2024 ને મંગળવારના રોજ સ્વ.જાદવભાઈ દેવાયતભાઈ રામ(રહે.ભમ્મર વિસ્તાર રહિજ)નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ નગાજણભાઈ જાદવભાઈ રામના પિતાશ્રી થાય છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.જાદવભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આથી રહિજ ગામના સામાજીક અગ્રણી દિનેશભાઈ નંદાણિયા દ્વારા શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈને જાણ કરતા, લોએજ ગામના રાજેશભાઈ સોલંકી તેમજ ધર્મેશભાઈ ચાંડેરાએ મૃતકના બન્ને ચક્ષુ લીધા હતા.જેને રહિજ ગામેથી શિવમ્ ચક્ષુદાન કેન્દ્ર આરેણા સુધી પહોંચાડવા માટે રહિજ ગામના વતની અને અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા તેમજ શિવમ્ ચક્ષુદાન સાથે સંકળાયેલા હરદિપસિંહ જેઠવા તેમજ મજબુતસિંહ પરમાર દ્વારા વ્યવસ્થા કરી આપેલ જે ચક્ષુ કરશનભાઈ વાજા દ્વારા ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં હતાં.
આજના આ ચક્ષુદાન સમયે દેવશીભાઈ જેઠાભાઈ રામ,રાહુલભાઈ હરદાસભાઈ રામ,રમેશભાઈ ગોવિંદભાઈ રામ તેમજ ખીમાભાઈ ગોવિંદભાઈ રામ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો તેમજ આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
રામ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.જાદવભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)