માંગરોળ તાલુકાના રહિજ મુકામે રામદેવજી મહારાજ યજ્ઞ મંડપમાં રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાનકેમ્પ યોજાયો..

માંગરોળ તાલુકાના રહિજ મુકામે રામદેવજી મહારાજ યજ્ઞ મંડપમાં રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાનકેમ્પ યોજાયો..

 

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહિજ મુકામે રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ભજન,ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ ધાર્મિક પ્રસંગમાં આજુબાજુ વિસ્તારના સૌ ભાવિક ભક્તજનોએ આ યજ્ઞ મંડપમાં ઉપસ્થિત રહી અનેરો આનંદ માણ્યો હતો.

 

ધાર્મિક કાર્યની સાથે સાથે માનવ ઉપયોગી સેવાકીય પ્રવૃતિને જોડી આ ગામ દ્વારા રક્તદાન શિબિર અને સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં જય અંબે હોસ્પિટલ ચાપરડા દ્વારા મુક્તાનંદ બાપુની જન્મ જયંતિ નિમિતે અને સમસ્ત રહિજ ગામના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ રોગોના નામાંકિત નિષ્ણાંત ડોક્ટરશ્રીઓએ દર્દીઓની તપાસ કરી નિઃશુલ્ક દવા આપી હતી સાથે સાથે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને કેન્સર પિડીત દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું આ કેમ્પમાં મોટી સંખ્યામા લોકોએ રક્તનું દાન કરી માનવસેવાને મહેકાવી હતી.

રહિજ ગ્રામજનો દ્વારા આ રીતે ધાર્મિક કાર્યની સાથે આ માનવસેવાકિય પ્રવૃતિને જોડી આ સેવાકીય યજ્ઞને પ્રજ્જવલ્લિત રાખ્યો હતો.

રહિજ ગ્રામજનો દ્વારા આવા ધાર્મિક કાર્યક્રમો પણ અવાર નવાર થતા રહે છે સાથે સાથે આ ગ્રામજનો દ્વારા રક્તદાન શિબિર,સર્વરોગ નિદાન કેમ્પ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમો પણ દર વર્ષે થતા રહે છે.જે રહિજ ગ્રામજનોના સર્વ યુવા કાર્યકરોને આભારી છે.

આવી રીતે રહિજ ગ્રામજનો દ્વારા આ ધાર્મિક અને સેવાકીય કાર્યમાં સહકાર આપનાર તમામ કાર્યકરોને શિવમ્ ચક્ષુદાન આરેણા અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં આવા માનવ ઉપયોગી કાર્ય કરતા રહો તે બદલ ઈશ્વર આપને ખુબ ઉર્જા આપે અને નિરોગી રાખે તેવી શુભ કામનાઓ પાઠવે છે.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)