જૂનાગઢ કેશોદ
આરેણા ગામની આરેણા પે.સે.શાળા તથા સ્વ.એસ.આર.નંદાણિયા માધ્યમિક શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં માંગરોળ તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પાણી પૂરવઠા બોર્ડના શ્રી વરૂસાહેબ તથા રૂટ લાયઝન અધિકારી શ્રી નંદાણિયા ગોવિંદભાઈ,સી.આર.સી આરેણા શ્રી રાઠોડ સાહેબ તથા ગ્રામ પંચાયતના સરપંચશ્રી બચુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.નાના ભુલકાઓને બાલવાટિકામાં પ્રવેશ,આંગણવાડીના બાળકોનો પ્રવેશ તથા ધોરણ.૯ માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રવેશ અપાવ્યો.
કાર્યક્રમનું સંચાલન આરેણા પે.સે.શાળાના યશ વિજયભાઈ મકવાણા તથા માધ્યમિક શાળાની વિદ્યાર્થીની જેઠવા રેહાનાબેન મુસાભાઈ ના માર્ગદર્શક પ્રતિક્ષાબેન ઝણકાટ રહી સંચાલન કરવામાં આવ્યું.બંન્ને શાળાના તમામ સ્ટાફની જહેમતના કારણે સફળ કાર્યક્રમ યોજાયો.જેમાં વાલીગણ,આગેવાનોએ સારો સહકાર આપ્યો હતો.
અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)