માંગરોળ બંદર ખાતે બોટ એન્જિનોની ખામી સુધારણા અને જાળવણી સહીત બે અલગ-અલગ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજાયા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના સોમનાથ ભવન ખાતે PMMSY યોજના હેઠળ ગુજરાતના માછીમારો માટે CIFNET દ્વારા MPEDA- NETFISH અને NFDB અને મહાવીર મચ્છીમાર સહકારી મંડળી ના સંયુક્ત સહયોગથી “બોટ એન્જિનોની ખામી સુધારણા અને જાળવણી” અને માછીમારી બોટો મા “લાઇફ સેવિંગ અને ફાયર ફાઇટીંગ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ના ઉપયોગ ” એવા બે અલગ-અલગ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

કાર્યક્રમ નુ ઉદઘાતન રાજુભાઈ ડી પરમાર, મામલતદાર શ્રી (DM), માંગરોળ (ગુજરાત) દ્વારા કરવામાં આવ્યું તેમજ શ્રી આશિષ કૌશિક, મિકેનિકલ મરીન એન્જિનિયર, CIFNET એ સમારંભની અધ્યક્ષતા કરી હતી.

MPEDA- NETFISH, ગુજરાતના સંયોજક જીજ્ઞેશભાઈ દ્વારા મહાનુભાવોનું પ્રાસંગિક સ્વાગત કરવામાં હતું.

આ કાર્યક્રમમાં માંગરોળ ખારવા સમાજના પ્રમુખ પરશોતમ ખોરાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કે.એસ. વિનોદ, સિનિયર ઇન્સ્ટ્રક્ટર (મરીન એન્જિનિયરિંગ), CIFNET, આભાર વ્યક્ત કર્યો. તેમજ આ કૌશલ્ય તાલીમ કાર્યક્રમમાં ફીશરીઝ અધિકારી વાઘેલાભાઈ સહિત બહોળી સંખ્યામાં માંગરોળ બંદરના માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)