માંગરોળ લીમડાચોક ખાતે કન્યા શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હસ્તે કરાયુ..

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના લીમડાચોક ચોકમાં કન્યાશાળાના નવા બાંધકામનુ ખાતમુહૂર્ત ભુમીપુજન ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કરવામાં આવ્યુ.

કન્યા કેળવણીને ઉતેજન મળે અને કન્યાઓના અભ્યાસ માટે માંગરોળ શહેરના કલ્યાણજી રતનજી અધ્યારુના ઘર્મપત્ની નંદકુંવરબેન અધ્યારુ દ્વારા તેમની હૈયાતીમાં લગભગ 130 વર્ષ પહેલા આ કન્યાશાળા બંધાવી આપેલ જે કન્યાશાળા સરકાર હસ્તક છે ત્યારે આ શાળાનું બિલ્ડીંગ અતિ જર્જરિત થઇ જતા તેને પાડી હાલ સરકાર દ્વારા નવુ આઘુનિક કન્યાશાળા બનાવવા માટે બે કરોડ થી વધુ રકમ મંજુર થતા આજરોજ ધાર્મિક વિધિવત ખાતમુહૂર્ત ભુમી પુજન માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હસ્તે કરવામા આવેલ હતુ.

આ અવસરે ગોર કલ્યાણજી રતનજી ટ્રસ્ટના મુંબઈ થી વ્યાસ કાકા સાથે મિહીરભાઇ વ્યાસ, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા મહામંત્રી દાનાભાઈ ખાંભલા, શાળાના શિક્ષકગણ, શાળાની વિધાર્થી બાળોઓ સહીતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,

 

રીપોર્ટર: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)