માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ સહીત વિવિધ સંગઠનો દ્વારા ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ.

લીમડાચોક ચોક ખાતે ભારત માતાની મહાઆરતી અને ભારત માતા પુજનના જાહેર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ.

ભારત માતા કી જય, વંદેમાતરમ, જયજય શ્રીરામ ના નારાઓ થી લીમડાચોક ગુંજી ઉઠ્યુ.

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા સેના દ્વારા 26 જાન્યુઆરી ૭૬માં પ્રજાસત્તાક પર્વોત્સવ નિમીતે લીમડાચોક ખાતે ભારત માતાની મહાઆરતી સાથે ભારત માતાના પુજનનો આયોજન કરાતા મોટી સંખ્યામાં નગરજનોએ સાથે વિહિપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરો તેમજ રાષ્ટ્રીય પ્રેમી લોકોએ આરતી તેમજ પુજનનો લાભ લઈ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી

આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુપરિષદના પ્રકાશભાઈ લાલવાણી, ભરતભાઈ ચાંદેગરા, પરેશભાઈ જોષી, પ્રફુલભાઈ નાંદોલા, તરુણગીરી બાપુ, ડો.કુબાવત સાહેબ, કમલેશજી ગોહેલ, સૈલેશ ચાવડા, ગૌરક્ષા સેનાના આગેવાન કેતનભાઈ નરસાણા,યશ કોરીયા સહીત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ભાજપ અને રબારી સમાજના આગેવાન ભગવાનજીભાઈ મોરી દ્વારા વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળના વરિષ્ઠ અને સેવાભાવી આગેવાન વિનુભાઈ મેસવાણીયાની સારી કામગીરી બિરદાવતા તેમને શાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)