જુનાગઢ માંગરોળ શહેરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના ચાલીયા સાહેબ મહોત્સવનો પ્રારંભ..

જુનાગઢ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં તારીખ 23 જુલાઈ 2024 મંગળવારના રોજ થી સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલ ભગવાનના ચાલીસ દિવસ ચાલનારાના પવિત્ર વ્રત ચાલીયા સાહેબ મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો છે.

40 દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં સિંધી સમાજના લોકો ઝુલેલાલ ભગવાનની આરાધના અને ઉપવાસ કરી એકટાણું ભોજન લેશે.

માંગરોળના શ્રી ઝુલેલાલ મંદિર ખાતે દર વર્ષ ની જેમ સિંધી સમાજની મહીલાઓ હસ્તે સુશોભન કરેલ મટકીની વિધિવત સ્થાપના કરી ખુબજ આસ્થાભેર ચાલીયા મહોત્સવ નો પ્રારંભ કરાયુ. મહિલાઓ દ્વારા શ્રીઝુલેલાલ મંદિર ખાતે ચાલીસ દિવસ સુધી દરરોજ ભજન સત્સંગ પંજળા પલ્લવ અને મહાઆરતી સહીતનુ આયોજન કરાયછે તેમજ સ્થાપીત કરેલ મટકીમાં ચાલીસ દિવસ સુધી અખો નાખી વિશેષ પુજા અર્ચના અને પવિત્ર વ્રત ઉપવાસ કરવામાં આવશે.

આ સાથે સિંધી સમાજના અલગ અલગ પરિવારોમાં પણ ચાલીયા સાહેબ મહોત્સવ દરમિયાન ઘરોમાં વિધિ વિધાનથી મટકી રાખી ભગવાન શ્રીઝુલેલાલની મહાપુજા અખો આરતી સાથે ચાલીસ દિવસ સુધી પુર્ણ મર્યાદા અને પવિત્રતાથી ચાલીયા સાહેબ વ્રતનુ શુભારંભ કરી અને 40 દિવસ સુધી ભગવાન ઝુલેલાલની આરાધના અને ઉપવાસ કરી એકટાણું ભોજન કરવામાં આવતો હોય છે

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)