માંગરોળના બહારકોટ વિસ્તારમાં આવેલ મામાદેવના સ્થાને વાર્ષિક તિથિ ઉજવણી નિમીતે હવનયજ્ઞ સહીતના કાર્યક્રમો યોજાયા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ બહારકોટ વિસ્તારની વાળંદ શેરીમાં આવેલ અતિપ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાન દાદાનુ મંદિર અને તેની બાજુમાં શ્રી મામાદેવનુ સ્થાનક આવેલ છે જે બન્ને મંદિરો પ્રતિ અહિંના સ્થાનિક લોકોને ખુબજ આસ્થા અને શ્રદ્ધા છે ત્યારે આજરોજ અષાઢ શુદ પાંચમ નિમીતે આસપાસ ના આજુબાજુ મા રહેતા શ્રદ્ધાળુઓ દ્વારા મામાદેવ ના સ્થાને વાર્ષિક તિથિ ની આસ્થા ભેર ઉજવણી કરાઈ હતી.

જેમાં સવારે હવન મહાયજ્ઞ મહાઆરતી અને સાંજે બિડુ હોંમાયા બાદ બટુક ભોજન પ્રસાદી સહિતનુ આયોજન કરાયુ હતુ.જે આયોજનનુ બહોળી સંખ્યામાં આસપાસના બાળકો અને લોકોએ લાભ લીધો હતોહ માંગરોળની વાળંદ શેરીમાં આ મામાદેવ ના સ્થાનકમાં દર વર્ષે તમામ સ્થાનિકોના સાથ સહકારથી સૌ સાથે મળીને આ વાર્ષિકોત્સવ ની ખુબજ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવતી હોય છે.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)