માંગરોળની નોળી નદીમાં પુર આવતા સુપ્રસિદ્ધ કામનાથ મંદિર ની અંદર ધુસ્યા પાણી. નદીના પાણીથી મહાદેવને કુદરતી જલાભિષેક ના દ્રશ્યો જોવા મળ્યા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ સહીત ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી કામનાથ મહાદેવ ના સાનિધ્યમાં વહેતી નૉળી નદીમાં ફરી જોરદાર પુર આવ્યુ.

માંગરોળ થી કોટડા જુથળ સહીતના ગામો તરફ જતા રસ્તા વચ્ચે દાનાતળ કોઝવે ઉપર પાણી વહેતા સામા કાંઠા ગામનો અવરજવરનો રસ્તો બંધ થતા માંગરોળથી વિખુટા પડ્યા તો નોળી નદીમાં ભારે પુર આવતા સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરના પટાંગણ અને મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્તા નોળી નદીના પાણીથી કામનાથ મહાદેવને કુદરતી જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળયા હતા .આસપાસના લોકો નોળી નદીના વહેતા પાણી જોવા ઉમટી પડ્યા

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)