માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળા, નવપલ્લવ પાર્શ્વનાથ જીવદયા મંડળ પાંજરાપોર ગૌશાળા, ગૌરક્ષા સેના સહીત ગૌસેવકો દ્વારા બીમાર ગાયોને સારવાર, ચારા અર્થે ગૌદાન લેવા શહેરના અલગ અલગ સ્થાને મંડલ લગાડાયા છે.
દાન ધર્મ નું વિશેષ પર્વ કહેવાતુ મકરસંક્રાંતિ જેમા ખાસ કરીને ગૌ દાન ,પક્ષીઓને ચણ સાથે લોકો દ્વારા તલના લાડુ, અન્નદાન કરી અલગ અલગ રીતે દાનપુણ્ય કરવામા આવતું હોય છે ત્યારે માંગરોળમાં દરવર્ષની જેમ મકરસંક્રાંતિના એક દિવસે લીમડાચોક, કેશોદ ચોકડી સહીત વિવિધ સ્થાનો પર અલગ ગૌશાળાઓ ના ગૌસેવકોએ ગૌસેવા અર્થે દાન લેવા મંડપ સ્ટોલની વ્યવસ્થા કરાતા લોકો દ્વારા પણ ઉધાર દિલથી દાન પુણ્ય કરી મકરસંક્રાંતિના મહાપર્વ ની ઉજવણી કરી હતી
અહેવાલ: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)