
પોરબંદર એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્રારા માધવપુર ગામે ૨૪ બહેનોને આત્મ નિર્ભર બનાવવા માટે જયુટ પ્રોડકટ ઉધમીની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી (માસ્ટર ટ્રેનર) તરીકે શ્રીમતી નિશાબેન સુખડીયાએ ટ્રેનિંગ આપવામાં આવી હતી. તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ થતા સર્ટીફીકેટ આપવામાં આવ્યાં હતાં આ તકે એસ.બી.આઈ. આરસેટી – પોરબંદરના નિયામક શ્રી રમેશ ચંદ મીના તથા સ્ટાફ ખાસ ઉપસ્થિત રહયા હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)