જૂનાગઢ માળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુથળ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.આભા મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ સગર્ભા બહેનો માટે સીકલ સેલ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેબોરેટરી ટેકનિશિયન દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને મેડિકલ ઓફિસર ડો. હીનલ રાણીંગા અને આયુષ મેડિકલ ઓફિસર ડો વૈશાલી ખેર દ્વારા સગર્ભા બહેનો ને પ્રાથમિક તપાસ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે jagdish યાદવ (જૂનાગઢ)