કેશોદ તરફ થી ગળુ જતી એસેન્ટ ફોરવ્હીલ ગાડી જેના રજી નં-GJ-11-S-4416 વાળી જે કેશોદ તરફથી જતી હોય જેમાં કુલ પાંચ વ્યકતી બેસેલ હતા તેમાંથી (૧) નકુલ વિક્રમભાઇ કુવાડીયા જાતે-આહીર ઉ.વ.૨૫ રહે.માણેકવાડા હાલ-કેશોદ (ર) ધરમભાઇ વીજયભાઇ ધરાદેવ જાતે-બ્રાહ્મણ રહે.જુનાગઢ તળાવ દરવાજા એ.સી.બી. ઓફીસની સામે (૩) અક્ષતભાઇ સમીરભાઇ દવે જાતે- બ્રાહ્મણ રહે.રાજકોટ (૪) ડ્રાઇવર – વજુભાઇ કરશનભાઇ રાઠોડ જાતે-દરબાર ઉ.વ.૬૦ રહે.જુનાગઢ બીલખારોડ (૫) ઓમ રજનીકાંતભાઇ મુંગરા રહે.રાજકોટ વાળાઓ માણસો બેસેલ હતા જે ગડુ ખાતે સૌરભ કોલેજ ખાતે પરીક્ષા આપવા જતા હોય તેવી માહીતી મળેલ છે. જે ફોરવ્હીલ કેશોદ તરફથી આવતી હતી અને ડીવાઇડર ઠેકી રોંગસાઇડમા બીજી ગાડી સેલેરીયો ફોરવ્હીલ જેના રજી.નં.GJ-11-CD-3004 વાળીમાં બે વ્યકતી બેસેલ હતા જેમા (૧) વીનુભાઇ દેવશીભાઇ વાળા આહીર ઉ.વ.૩૫ રહે.જાનુડા ગામ તાલુકો-માળીયા હાટીના (૨) રાજુભાઇ કાનજીભાઇ ખુંટણ જાતે-કોળી ઉ.વ.૪૦ રહે.ડાભોર તા.વેરાવળ તે બન્ને કાર માં બેસેલા કુલ સાત લોકો ના વહેલી સવારે જ ઘટના સ્થળ પર મોત થતા તાત્કાલિક 108 દ્વારા માળીયા સિવિલ હોસ્પિટલે ખસેડવા માં આવતા ત્યાં ના ડો દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ હતાઆ ઘટના ક્યાં કારણ સર બનેલ છે તેની વધુ તપાસ માળીયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)